ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા થી ખારીરોહર જતી આઇઓસીની પાઇપલાઇનમાંથી ડ્રિલ વડે કાણું પાડીને તેલ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આગ લાગતાં તેલ ચોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધર્યા બાદ શરીર ઉપરના તેલ ચોર સિકંદર રમજુ સોઢા ઇબ્રાહિમ અલ્લારખા કોરે જા હાજી ઉર્ફે ગઢો આમદ કક્કલ, અને રમજાન ગની ચાવડાને પકડી પાડયા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કંડલા થી ખારીરોહર ઉપર જતી પાઇપલાઇનમાં અવારનવાર કાણું પાડીને તેલ ચોરીની ઘટનાઓ ઘટી રહી છે અહીં પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.