દેશલપર અને વાંઢાય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું

આકરી ગરમીના દોર વચ્ચે ભુજ તાલુકાના દેશલપર, વાંઢાય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભુજમાં ગરમીનો પારો ઉંચે ચડતા ૪૦.૮ ડિગ્રીના આંકે સિૃથર રહેતા રાજ્યનું બીજા નંબરનું ગરમ માથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં ૩૯.૭ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૯.૧ ડિગ્રી અને નલિયામાં ૩૫.૬ ડિગ્રી સે. મહત્તમ તાપમાન નોંધાયું છે. જિલ્લામાં મહત્તમ તાપમાનના પારામાં વાધ-ઘટ નોંધાઈ રહી છે. ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેતા આકરી ગરમી અનુભવાઈ રહી છે. ભુજ તાલુકાના દેશલપર, વાંઢાય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાંપટું પડયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઝાપટા બાદ અસહૃ ઉકળાટ અનુભવાયો હતો. જિલ્લા માથક ભુજમાં દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વાધારો થઈને ૪૦.૮ ડિગ્રી નોંધાતા અસહૃ ગરમીથી જનજીવન ત્રાહીમામ થયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉચું રહેતા લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો. પવનની ઝડપ ઘટીને પ્રતિકલાક સરેરાશ ૫ કિ.મી.ની અને દિશા પશ્ચિમની રહી હતી. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૩૯.૭ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૯.૧ ડિગ્રી અને નલિયામાં ૩૫.૬ ડિગ્રી નોંધાયું છે.