રાજ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંકલનથી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા એક દિવસનો પગાર અર્પણ રૂપિયા 5,60,256/-નો મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મારી ચાલી રહી છે ત્યારે આપણો દેશ પણ તેની સામે ઝઝૂમી રહ્યો છે આ લડતમાં ડોક્ટર પોલીસ સફાઇ કર્મીઓ મહત્વની સેવા આપી રહ્યા છે સાથે પ્રાથમિક શિક્ષકો પણ સામાજિક દાયિત્વ નિભાવવાના મધ્યાન ભોજન યોજના અંતર્ગત અનાજ વિતરણ તેમજ રેશનશોપ પર નિશાળમાં સેવા આપી રહ્યા છે અને ટેકનોલોજીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે કર્યા છે આ સાથે ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ અને ભાવનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંકલનથી આજ ઉમરાળા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ શિક્ષકોના એક દિવસના પગાર લેખે રૂપિયા 5,60,256/– નો ચેક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમરાળા ને અર્પણ કરવામાં આવ્યો.જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આમ પ્રાથમિક શિક્ષકો પણ કોરોના સામેની લડતમાં ખભેખભો મિલાવી સાથ આપી રહ્યા છે