આ દેશ સમાજ સેવક, દાતાઓ અને શૂરવીરોની ખાણ છે. બાળપણથી જ જેનામાં સમાજ સેવાનાં ગુણોનું સિંચન થયું હોય તે સેવાની એકપણ તક જતી ના કરે. એવાજ એક સમાજ સેવક એટલે ઉમરાળા ગામ,જિલ્લો ભાવનગર ના વતની રસિકભાઈ સવાણી. વ્યવસાયાર્થે છેલ્લા 15-20 વર્ષથી સુરત વસેલા ,પરંતુ જન્મ ભૂમિ સાથેથી એકપણ પળ અળગા નહીં થયેલું વ્યક્તિત્વ એટલે રસિકભાઈ સવણી. સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ તરીકેનું એક પીંછું તો તેની પાઘડીમાં શિરમોર્ય તો છે જ પણ સાથે સાથે સંસ્કાર મંડળ ગ્રંથાલય, છાશ વિતરણ કેન્દ્ર વગેરે જેવી પ્રવૃત્તિ પણ તેમની દેખ રેખ નીચે કરવામાં આવે છે. ઉમરાળા ગામમાં આવતા સામાજિક કે રાજકિય પ્રશ્નોનું નિરાકરણ પણ તેમણે પોતાની આગવી કુનેહથી કર્યું છે.જેમને સેવાજ કરવી છે એમને ઈશ્વર દ્વારા તક મળતીજ હોય છે. વર્તમાન સમયમાં કોરોના વૈશ્વિક મહામારી સમયે તેઓ વતન ઉમરાળા હાજર છે. લોક ડાઉનના કારણે ગામના શ્રમિક પરિવારો અને નિરશ્રીતોનું શુ ? આ એક વિચારે તેમને ‘સેવા યજ્ઞ’ ની શરૂઆત કરાવી. ગરીબ પરિવારોને રાશન વિતરણ કરવામાટે પોતે આહુતિ આપી . તેમની આ સેવા પ્રવૃત્તિની મહેક વ્યવસાયાર્થે દૂર શહેરો અને વિદેશ વસતા ગ્રામ જનો સુધી પહોંચી. અને શરૂ થયો સેવા મહા યજ્ઞ. ઉમરાળા ગામના વાણીયા પરિવારો વર્ષોથી મુંબઈ વસે છે તેમણે રસિકભાઈના આ સેવા કાર્ય માં પ્રસન્નતા વ્યક્ત કરીને અઢળક રાશન કિટો માટે દાનનો ધોધ વસાવ્યો. અમેરિકા વસતા સવાણી પરિવારે છુટા હાથે દાન આપ્યું.સુરતમાં વસતા અનેક દાતાઓએ તથા ગામના અનેક લોકોએ પોતાની શક્તિ પ્રમાણે દાન કર્યું.કહેવાય છેને કે કોઈ ધનથી, કોઈ મનથી તો કોઈ તનથી સેવા કરે છે. બસ અહીં પણ એવુંજ બન્યું. દાન માં આવેલાં રોકડ રકમમાંથી કરિયાણું ખરીદીને સ્વયંસેવકોની મદદથી રાશન કીટ તૈયાર થવા લાગી. જરૂરિયાતમંદ પરિવારોને સ્વયં સેવકો દ્વારા એ કિટો પહોંચાડવામાં આવી. કોરોનાથી બચી શકાય એટલે શાકભાજી વેંચતા તમામ ફેરિયાઓને માસ્ક અને સેનિટાઇઝર આપવામાં આવ્યા. જે લોકો રોજગારીને કારણે માંદગીમાં દવા ખરીદી શકે તેમ ન હતા,તેમના માટે મેડિકલથી દવાની વ્યવસ્થા કરી. આમ વર્તમાન પરિસ્થિતિમાં આવનારી અનેક વિધ મુશ્કેલીઓને સેવા દ્વારા હલ કરી ઉમરાળા ગામને સધિયારો આપ્યો. નેક કાર્ય કરતું હોય ત્યાં ક્યારેય અવરોધ હોતો નથી. એમના આ કાર્યમાં આખું ગામ સહર્ષ જોડાયું અને આ મહામારીમાં એક જૂથ થઈને ઉભું છે.સેવાના આકાર્યને.દિલથી.વંદન,” અભિપ્રાયજબ્બારબાપુ જી કુરેશી ઉમરાળા”