અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એ. એસ. આઈ યુસુફખાન ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ઇસનપુરથી એક મહિલા મદદ માટે ફોન કરતા મહિલા સાથે તોછડું વર્તન કરવામાં આવ્યું હતું. આ વાત મીડિયામાં વહેતી થતા એ.એસ. આઈ યુસુફખાન ને સસ્પેન્ડ કરવા માં આવ્યા છે મહિલાના ઘરની સામે કોરોના નું દર્દી હતું અને તેના ઘરે 7 સભ્યો રહેતા હતા. આ 7 સભ્યો quarantine ઘર ની અંદર રહેવાનું હોવા છતાં તે આજુ બાજુમાં ફરતા હતા. મહિલા ને ચેપ લાગશે એની બીક હતી. જેથી મહિલા એ મદદ માંગી તેની સાથે તુચ્છ વ્યવહાર કરવામાં આવ્યો હતો જે વાત મીડિયા માં આવતા પોલીસ કમિશ્નર એ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો