ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 2,407 પર પહોંચ્યો છે. બુધવારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. તે પ્રેઝન્ટેશન પ્રમાણે રાજ્યમાં હાઇ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ એટલે કે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, બાળકો કે ગર્ભવતી મહિલા દર્દીઓ કરતાં કોરોના સિવાયની અન્ય બીમારી વિનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ લગભગ પોણા બે ગણું વધુ છે.દર સો મૃત્યુના કેસોએ હાઇ રિસ્ક વાળા મોટી ઉંમરના 9 દર્દી જ્યારે કોઈપણ પ્રકારની બીમારી રહિત 14 દર્દી મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત વયજૂથ પ્રમાણે જોઈએ તો કુલ 103 મૃત્યુના કેસમાં પ્રમાણમાં સક્ષમ એવા 41થી 60 વર્ષના 41 ટકા દર્દીઓ હતા, તો 47 ટકા દર્દીઓ કે જે કોરોના અથવા કોરોના ઉપરાંત હૃદય, કિડની, કેન્સર, લીવર જેવી ગંભીર બીમારીથી મોતને ભેટયા છે તેમની વય 60 કે તેથી વધુ વર્ષની હતી. જ્યારે 0થી 10 અને 10થી 20 વર્ષની વયજૂથના દર્દીઓનું કુલ મૃત્યુમાં પ્રમાણ 1 ટકા અને 21થી 40 વર્ષ સુધીની વયજૂથના દર્દીઓનું પ્રમાણ 10 ટકા છે.રાજ્યના કુલ 2407 પોઝિટિવ કેસ પૈકી હાલ હોસ્પિટલમાં 2,125 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાંના 13 વેન્ટિલેટર પર છે જયારે 2112ની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 39,421 ટેસ્ટ કરાયા તે પૈકી 2407 પોઝિટિવ, અને 37014 નેગેટીવ હતા.અત્યાર સુધીમાં બુધવારે સૌથી વધુ 40 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા. આ એક દિવસમાં ડિસ્ચાર્જ અપાયો હોય તેવા અમદાવાદના 34, સૂરત અને ભાવનગરના 2-2 તથા ભરૂચ અને છોટાઉદેપુરમાં 1-1 દર્દીઓનો સમાવેશ થાય છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 179 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં રાજા અપાઈ છે. અમદાવાદ 128 સુરત 68, વડોદરા અને મહીસાગર જિલ્લામાં 9-9 છોટાઉદેપુર જિલ્લામાં 4, આણંદ અને બોટાદ જિલ્લામાં 2-2 તથા રાજકોટ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 1-1 આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, આજે 135 નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 67, સુરતમાં 51, મહીસાગરમાં 9, છોટાઉદેપુરમાં 4, આણંદમાં 2 અને વડોદરા-બનાસકાંઠામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 5ના અને વડોદરામાં 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 નોંધાયા છે. જ્યારે રાજ્યના 2407 દર્દીમાંથી 13 વેન્ટીલેટર પર છે, 2112ની હાલત સ્થિર અને 179 સાજા થયા છે. તેમજ 103ના મોત થઈ ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 39421 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2407 પોઝિટિવ અને 37014 નેગેટિવ આવ્યા છે.આ પહેલાં રાજ્યમાં ગઇકાલ સાંજથી સવારના 9 વાગ્યા સુધીમાં 94 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયા હતા. તેમજ પાંચ દર્દીના મોત થયા હતાપ્રાથમિક શિક્ષણ નિયામકે વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલ.સી. બનાવવા બાબતે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં ધોરણ 8માંથી 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓના એલ.સી. પર રિમાર્કમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા અંગે જણાવાયું છે. તેમજ વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 માર્કના આધારે પ્રમોશનનો ઉલ્લેખ થશે. લોકડાઉનના 30 દિવસ એટલે કે 25 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં રાજ્યમાં જાહેરનામાનો ભંગ, ક્વૉરન્ટીન ભંગ, અન્ય ગુનાઓ, ડ્રોન અને સીસીટીવ સર્વેલન્સથી નોંધાયેલા ગુના અને કર્ફ્યૂભંગના ગુના સહિતના વિવિધ કુલ 88007 જેટલા ગુના નોંધાયા છે. જેમાં 1,45,902 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી લોકો ભેગા થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે રમજાન, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યાં છે. કોઇપણ સંજોગોમાં લોકો ધાર્મિક સ્થળે ભેગા ન થાય. ઘરમાં જ રહીને પૂજા અને બંદગી કરવામાં આવે. ધર્મગુરુઓ પણ આ બાબતે લોકોને જાગૃત કરે તેવી અપીલ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સતત ચોથી વખત વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક કરવામાં આવી છે. દરેક જિલ્લામાં માઇક્રો પ્લાનિંગને વધુ ધારદાર બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 7 જિલ્લામાં 8 લાખ 47 હજાર લાભાર્થીઓના ખાતામાં 1-1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમ અમરેલી, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.