વડોદરા શહેરમાં રેડ ઝોન વિસ્તારમાં પતરા લગાવીને અનેક વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી રાજમહેલ રોડ ઉપર વેરાઇ માતાના ચોકમાં લગાવેલા પતરા તોડી નાખતા બે લોકોની નવાપુરા પોલીસે ધરપકડ કરી હતી. અને રાજમહેલ રોડ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યુહતુ. ભાજપના કોર્પોરેટરની ગીતા કાછીયાની સંમતિથી પતરા તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી મહિલા કોર્પોરેટર સામે ગુનો નોંધાઇ શકે છે. આ ઉપરાંત કોર્પોરેટરના પતિ ભુપેન્દ્ર કાછીયા વિરૂદ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે.