ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનુ એક્સટેન્શન આપવામાં આવ્યું છે રાજ્ય પોલીસ વડા 30 એપ્રિલે નિવૃત્તિ થવાની હતી. પરંતુ હાલના સંજોગો ધ્યાને રાખતા ત્રણ મહિના એક્સટેન્શન અપાયું છે. આ અધિકારી કડક ન્યાયપાલન માટે જાણીતા છે એટલે તમામ પોલીસ અધિકારી કડક હાથે લોકડાઉનનું પાલન કરાવે અને વાહન ડિટેઇન કરી કાયદેસર કાર્યવાહી કરવા દબાણ કરે છે. જેથી નાગરિકો બહાર નીકળે નહી અને લોક ડાઉનનું ચુસ્ત પણે પાલન થાય. દ્વિ ચક્રી વાહન નો દંડ 500 રૂપિયા અને ગાડી નો દંડ 1000રૂપિયા નક્કી કરાયો છે અને આ દંડ ભરવા આર. ટી. ઓ જવાની જરૂર નથી. જ્યાં ડિટેઇન કરે છે ત્યાં હેડ કોન્સ્ટેબલની ઉપર ના અધિકારી દંડ ભરી શકાય છે એક મત એવો પણ છે લોકડાઉનનું પાલન ચુસ્તપણે થવું જોઈએ. વેપાર ધંધા બંધ છે. નોકરીમાંથી પગાર આવ્યા નથી અને જો દંડ ની રકમ ખિસ્સામાં ના હોય તો વાહન ડિટેઇન કરી કાર્યવાહી કરે છે. તેના બદલે પોલીસે આવા કપરા સમય માં એક વખત સમજાવી જો ના માને તો જ બીજી વાર ડિટેઇન કરવું જોઈએ.