Skip to content
રાજકોટ : ગત સપ્તાહે જીયાણા ગામની સિમ ખીજડિયાના કાચા રસ્તે આરોપી ગગજી જખાનીયાએ તેના સાસુ કુંવરબેન વાલાભાઇ સાડમિયાંને માથાના ભાગે લાકડીનો ફટકો મારી હત્યા નિપજાવી ભાગી ગયો હતો જેને ઝડપી પાડવા પોલીસના ઉચ્ચ અધિકારીઓનું સૂચના અને માર્ગદર્શન બાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધારેલ હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે આરોપીને સણોસરા નાગલપર વચ્ચેની વાડી વિસ્તાર ડેમ પાસેથી કુવાડવા પોલીસે ઝડપી લીધો હતો