તમાકુની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા છરીના ઘા મારી આધેડની હત્યા

કોરોના વાયરસના પગલે લોકડાઉન અમલમાં હોવાથી હાલમાં લોકોને તમાકુ નાથી મળી રહી જેાથી વ્યસનીઓ તમાકુ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે ત્યારે આદીપુરના બાજીગરવાસમાં તમાકુની તડપમાં યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ બન્યો છે.પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી જવાહર બાજીગરે સંજયના પિતા પાસે તમાકુ ગુટખા માંગ્યા હતા જો કે પોતાની પાસે તમાકુ ન હોવાનો ઈન્કાર કરતા જવાહર ખિસ્સા ફંફોડવા માંડયો હતો. પિતાના ખિસ્સાને ચેક કરાતા જોઈ સંજય દોડી આવ્યો હતો અને પોતાના પિતાને કેમ હેરાન કરે છે? તેમ કહેતા જવાહરે ગાળાગાળી કરીને ચાલ્યો ગયો હતો બાદમાં પાછળાથી જવાહર છરી લઈને આવ્યો હતો. અને સંજય પર વાર કર્યો હતો. સંજયના હાથ અને સાથળમાં વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિણામે સંજય મોતને ભેટયો હતો. આ બનાવ અંગે જાણ થતા પીએસઆઈ એન.કે.ચૌધરી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.