રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧૮.૨૯ લાખ અપાયા

કોરોના ના કહેર વચ્ચે સમગ્ર વિશ્વમાં અનેક લોકો ને હેરાન થવું પડી રહ્યું છે અને દરરોજ અસંખ્ય લોકો મોતના મુખમા ધકેલાઈ રહ્યા છે તે મુજબ દેશમા પણ કોરોનાનો કહેર વર્તાઈ રહયો છે. ગુજરાતમા પણ દરરોજ કેસ વધી રહયા છે ત્યારે વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડમા યથા શકિત ફાળો આપી રહ્યા છે ત્યારે રાજય પ્રાથમિક શિક્ષક સંઘ ના આદેશ મુજબ રાપર તાલુકામા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા ૧૩૦૦ જેટલા શિક્ષકો એ પોતાનો એક દિવસ નો પગાર આપ્યો હતો તે મુજબ આજે મુખ્યમંત્રી રાહત ફંડ મા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર, મહામંત્રી ગણપતભાઈ ડાભી એ રાપર તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા ને ચેક અર્પણ ક્યોં હતો અને મુખ્યમંત્રી રાહત ફંડ મા આ ચેક આપવા સમયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, હુશેન જીએજા, હાર્દિક પટેલ, વેરશીભાઇ સોલંકી, રોહિત ચૌધરી, આંબાભાઇ મકવાણા, ભરતભાઇ પરમાર,  મહાદેવભાઇ કાગ, મનુભાઈ દેસાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના રાહત ફંડ મા સહાય આપી હતી.