ગઈ કાલે મોકલેલ 14 સેમ્પલ માંથી આજે કોઈ પણ કેસ પોઝીટીવ આવેલ નથી. બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી કોટડા મઢ ગામના અબ્દ્નૅમાનભાઈ રાયમા નો રિપોર્ટ પ્રથમ વખત નેગેટિવ આવેલ છે. બીજો રિપોર્ટ હવે આજે મોકલવામાં આવશે. જ્યારે પુજારા હોસ્પિટલમાં કામ કરનારા કમ્પાઉન્ડર મનોજ પટેલનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. મનોજ પટેલનો મોકલેલ બીજું સેમ્પલ પણ નેગેટિવ આવેલ છે. આજે માધાપરના ૩૫ વર્ષીય પુરુષ અને ગાંધીધામના ૪૩ વર્ષીય પુરુષ એમ બે દર્દીઓ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે. તેમના સેમ્પલ આજે મોકલાયા છે.