સરકાર દ્વારા લોકડાઉન લગાડવામાં આવ્યો છે.જેમાં અમુક વ્યવસાય સાથે ખેતીકામ કરતા ખેડુતોને સોશિયલ ડિસ્ટન્ટસ જાળવીને કામ કરવાની છુટ આપવામાં આવતા ખેડુતોએ પોતાની વાડીમાં કરેલ પાકોના વાવેતરની દેખરેખ સાથે તેમાં શીયાળુ પાકો લણવાની તૈયારીમાં હતા તેવા પાકોને ખેડુતોએ સરકારના નિયમ પ્રમાણે લણયા હતા.એવીજ રીતે નખત્રાણા તાલુકાના નાના અંગીયા ગામના ખેડુત જણાવે છે કે દેશભરમાં ખતરનાક કોરોના વાયરસ ફેલાતા સરકારને ફરજીયાત પણે લોકડાઉન(જનતા કરફ્યુ) લગાવવાની જરૃર પડી હતી જે આરોગ્ય અને સલામતી માટે આવું પગલું લીધુ હતું.આમ આ લોકડાઉન થી બજારોમાં અમુક જ દુકાનોને સમય મર્યાદામાં ખુલી રાખવા મંજૂરી આપી હતી. જેમા ખેતી કરતા ખેડુતોને છૂટ મળતા હાલ એરંડાનો પાક તૈયાર થઈ જતા તેને હપ્લર દ્વારા કાઢવામાં આવી રહ્યો છે. જેમાં સામાજિક અંતર સાથે માંે પર માસ્ક આૃથવા કોઇપણ જાતનું કપડું બાધીને આ કામ કરવામાં આવી રહ્યું છે. સાથે પચાસ ટકા સ્ટાફ રાખીને એરંડાને કાઢવામાં આવી રહ્યા છે. જે એક કે બે દિવસમાં નીકળી જતા એરંડાને ચારાથી પાંચ દિવસ લગે છે.ખેડૂતના જણાવ્યા પ્રમાણે આવા કામોમાં મજુરોનો સ્ટાફ ઓછો રાખવાથી ટાઈમ ભલે વાધારે લાગે જેમાં ખેડુત સાથે મજુરોની સલામતી જળવાઈ રહે અને સરકારના નિયમનું પાલન કરીને સરકાર દ્વારા લગાડવામાં આવેલ લોકડાઉનનું પાલન પણ થાય છે.