કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ચાલતા શ્રમિકને પોલીસે ચપ્પલ પહેરાવી માનવતા દાખવી

એક બાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ કોરોનાનો કહેર આવી પરિસ્થિતિમાં અસહ્ય ગરમીમાં ખુલ્લા પગે જઈ રહેલા લારીવાળા યુવકને પોલીસે ચપ્પલ પહેરાવીને માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.કચ્છનાં માંડવીમાં એક મજૂર ખુલ્લા પગે લારી લઈને જઈ રહ્યો હતો. ભર ગરમીમાં તેને ખુલ્લા પગે જોઈને કચ્છ પોલીસના જવાને તેના માટે સ્લિપરની વ્યવસ્થા કરી હતી.આવા દ્રશ્યો કોરોના મહામારી વચ્ચે મનને શાંતિ આપી જાય છે…