કચ્છમાં લોકડાઉન દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ રેન્જ આઈ.જી.એ પોલીસકર્મીઓને પ્રમાણપત્ર આપી કર્યું સન્માન

પશ્ચિમ ક્ચ્છ ભુજના પ્રવેશદ્વાર એવા શેખપીર પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોનું સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી રેન્જ આઈજીએ સમ્માન કર્યું હતું. ભુજના શેખપીર પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હેડક્વાર્ટર પીએસઆઇ આર.ડી.ઝાલા, કોન્સ્ટેબલ દિલાવરખાન અને હોમગાર્ડ વિવેક તોમરનું લોકડાઉન દરમ્યાન સારી કામગીરી બદલ અકિલા રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ સમ્માન કર્યું હતું. લોકડાઉન દરમ્યાન ચેકપોસ્ટ ફરજ પરના જવાનો કોઈની પણ શેહશરમ રાખ્યા વિના અહીંથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરી તેમાંથી બીડી, તમાકુ, હથિયાર, દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહનો પણ ઝડપ્યા હતા, ત્યારે લોકડાઉનમાં ચેકપોસ્ટ પર ઉત્કૃષ્ટ કામગીરીથી પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છમાં પોલીસની સારી કામગીરીથી કોરોના વધુ ફેલાયો ન હોવાનું જણાવી અભિનંદન પાઠવ્યા હતા