લાકડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ કીડિયાનગરમાં રહેતા મુકાદમ મહેશભાઈ પાંચાભાઇ પરમાર ને કોન્ટ્રાક્ટ મળતા નરેશભાઈ અમરાભાઇ સોલંકી નો છકડો રિક્ષા ભાડે કરી ને કામ માટે સામખીયાળી આવી રહ્યા હતા છકડા રીક્ષામાં પ્રભુ ભાઈ બાબુભાઈ કોલી, પ્રકાશભાઈ પ્રભુભાઈ કોલી, મહેશભાઈ, દુર્ગેશભાઇ કેશુભાઈ કોલી અને સંજયભાઈ કોલી, તમામ સામખયારી આવી રહ્યા હતા ત્યારે લાકડીયા નજીક ચાલક નરેશભાઇ સોલંકી છકડો રીક્ષા ઉપરથી કાબૂ ગુમાવતાં છકડો પલટી મારી ગયો હતો જેમાં મહેશભાઈ પાંચાભાઇ પરમારને અતિ ગંભીર ઈજાઓ પહોંચતા ભુજ સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને છકડો રિક્ષામાં બેઠેલા અન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે