ખીરસરા પાસે માલધારીના ર૬ ઘેટાઓ ઝેરી પદાર્થ ખાઈ જવાથી મોતથી અરેરાટી

મૂળ અંજાર તાલુકાના મારીગના ગામ ના માલધારી એવા રબારી ઈશ્વરભાઈ પશુઓના ચારણ અર્થ અબડાસા આવેલ ગઈકાલથી જ કંઈક ઝેરી વસ્તુ/ કે કોઈ અન્ય કારણોસર આ માલધારી ના ૨૬ ઘેટા બકરા મૃત્યુ પામ્યા છે હા માલધારી ને જણાવ્યાનુસાર હજુ પણ ૧૦ થી ૧૫ ઘેટા બકરા બીમાર થઈ ગયા છે અને આ સંખ્યા વધે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી છે ચારથી પાંચ ડોક્ટરને બતાવ્યા છતાં પણ હજી પણ બીમાર પશુઓની સંખ્યા વધી રહી છે જિલ્લા કક્ષાએ/ તાલુકા કક્ષા થી પ્રશાસન કઈ મદદ કરે તેવી માંગણી આ માલધારી કરી છે