ભુજમાં ખાખીનો ખોફ, રાત્રીના સમયે પોતાના ઘરના ગેટ પાસે ઉભેલા નાબાલિક ને માર્યો ઢોર માર.

ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં રાત્રીના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ બે તરૂણો પોતાના ઘરના ગેટ પાસે ઉભા હતા ત્યારે પોલીસ આવી ચડી હતી.સૌપ્રથમ ગાળાગાળી કરી ને માર મારવામાં આવ્યો હતો અને જે થાય તે કરી લેજો તેવી ધમકી પણ આપવામાં આવી હતી.ત્યાર બાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા.આ બનાવ બાદ આ તરૂણોને ઇજા થયેલી હાલતમાં ૧૦૮ ની મદદથી ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આવોજ એક બનાવ માધાપર જુનાવાસમાં બન્યો હતો બેન્કમાં પૈસા કાઢવા આવેલા ૪૦ વર્ષિય યુવક સાથે બન્યો હતો. યુવકને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યાર સુધી પોલીસ દ્વારા પ્રંસસનીય કામગીરી કરવામાં આવી છે પણ અમુક પોલીસ કર્મચારીઓ ના લીધે આખુ પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે . પોલીસના તંત્રના અધીકારીઓ આ બનાવ અંગે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.