કચ્છના રાપરમાં સગાઇના બંધને બંધાયેલા યુવા હૈયા એક થાય તે પહેલા જ થયા વિખુટા

સગપણે બંધાયેલા રાપરના બે યુવા હૈયાઓ કુદરતે લીધેલી કસોટીમાં પોતાનું જીવન હારી ગયા હતા. ગત ૨૬/૪ ના લાકડીયા ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં કીડીયાનગરના મહેશ પાંચાભાઈ પરમારનું મોત નીપજયું હતું. પોતાના ભાવિ પતિના મોતના સમાચારથી તેની વાગદત્તા નીલમ નાનજી ગોહિલ હતપ્રભ થઈ ગઈ હતી. રાપરના તકીયાવાસમાં રહેતી આ યુવતીએ પોતાના ભાવિ પતિનો વિરહ સહન ન થતાં ગળે ફાંસો ખાઈને પોતાનું આયખું ટૂંકાવ્યું હતું. આમ બે યુવા હૈયાઓની જોડી વિવાહના બંધને એક થાય તે પહેલાંજ નંદવાઈ જતાં પરમાર અને ગોહિલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.