આઈજી સુભાષ ત્રિવેદી દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા પીએસઆઇને સસ્પેન્ડ કરાતાં બોર્ડર રેન્જ હેઠળ આવતા ચાર જિલ્લાઓના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કચ્છ બોર્ડર રેન્જ હેઠળ આવતા બનાસકાંઠામાં પાટણ પોલીસ દ્વારા ક્રોસ દરોડો પાડવામાં આવ્યો હતો. પાટણ પોલીસે બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગઢ અકિલા સામઢી ગામે ક્રોસ દરોડો પાડીને દેશી દારૂ ગાળવા માટે વપરાતા વોશનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ૮ હજાર લીટર ના જથ્થાની કિંમત ૧૬ હજાર રૂ. થાય છે. ક્રોસ રેડની આ કાર્યવાહી બાદ આઈજી સુભાષ ત્રિવેદીએ ગઢ પોલીસ મથકના પીએસઆઇ પ્રવિણસિંહ જી. રાજપૂતને સડપેન્ડ કરવાનો આદેશ કર્યો છે.