પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ડગાળા ગામે વાડી વિસ્તારમાં રહીને હેત મજુરીનું કામ કરતા મીનાબેન રસિકભાઈ પરમાર ઉંમર વર્ષ ૨૦ એ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો આ અંગે ભગ બનનાર ના પિતા ભરતભાઈ દલાભાઈ દામા એ ફરિયાદ નોંધાવી છે કે તેમના જમાઈ રસિક પરમાર દીકરીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા મને મેણાં ટોણાં મારતા હતા જેના કારણે દીકરી મીના બેન પરમારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે