ચીનથી દુનિયા ભરમાં કોરોના વાયરસ ફેલાયો હોવાની ચર્ચા વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર્રપતિએ ચોખ્ખા શબ્દોમાં કહી નાખ્યું છે કે દુનિયાભરમાં તકલીફ ઉભી કરનારો કોરોના વાયરસ ચીનની લેબમાં બન્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમને એ વાતનો સંપૂર્વ વિશ્વાસ છે અને તેના પૂરાવા છે કે કોરોના વાયરસ વુહાનની જૈવિક પ્રયોગશાળામાંથી ડેવલપ કરવામાં આવ્યો હતો, જોકે, તેમણે તેના પૂરાવાને લઈને જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો.વ્હાઈટ હાઉસના એક કાર્યક્રમમાં ટ્રમ્પે કોરોના વાયરસના સંક્રમણના મુદ્દા પર વાત કરી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઈ એવો પૂરાવો છે જે સાબિત કરી શકે છે કે કોરોના વુહાનની વાયરોલોલજી લેબમાંથી બનાવ્યો હતો? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હા મારી પાસે પૂરાવા છે, પણ તેના વિશે જણાવી નથી શકતો અને મારી પાસે તેની મંજૂરી પણ નથી.જણાવી દઈએ કે દુનિયામાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત અમેરિકાએ પહેલા પણ ચીન પર ગંભીર આરોપ મૂકીને એ થિયરીને ખોટી ગણાવી હતી કે કોરોના વાયરસ ચીનના વાઈલ્ડલાઈફ માર્કેટની નીકળ્યોછે. અમેરિકાએ ચીન પર આરોપ લગાવ્યો હતો કે કોરોના વાયરસને વુહાનની લેબમાં ડેપલપ કર્યેા હતો. યારે ચીનની થિયરી હતી કે અમેરિકાની આર્મીએ ચીન સુધી આ વાયરસ પહોંચાડો હતો. ટ્રમ્પે ચીન પર એવો આરોપ પણ લગાવ્યો હતો કે તેમણે દુનિયાને કોરોના વાયરસ વિશે સમય પર નહીં જણાવ્યું અને વાયરસને ફેલાવી દીધો.ટ્રમ્પે કહ્યું કે અમે પોતે તે માહિતી મેળવી રહ્યા છીએ અને બધાને જલદી તેની હકીકત વિશે ખ્યાલ આવશે. પણ દુનિયામાં જે થયું છે તે ઘણું જ માર્મિક છે. અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે તેમણે જે પણ કયુ તે તેમની ભૂલ હતી કે પછી એવું હતું કે ભૂલ ગણાવીને બધુ ષડુંત્રના આધારે કરવામાં આવ્યું છે. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્ર્રપ્રમુખની ચૂટણીમાં ફરી ઉતરવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી કોરોના વાયરસને ચાઈનીઝ વાયરસ ગણાવતા રહ્યા છે. આ સિવાય ચૂંટણીના વર્ષમાં આવેલા આ વાયરસને ટ્રમ્પે પહેલા ચીન પર અમેરિકામાં અસ્થિરતા ફેલાવાનું ષડંત્ર ગણાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.અમેરિકામાં એચ–૧બી વિઝા પર રહીને નોકરી કરતા ભારતીયોની મુસીબતોમાં વધારો થઈ શકે છે. અમેરિકામાં એચ–૧બી વિઝા આધારિત લાખોની સંખ્યામાં ભારતીયો નોકરી કરે છે. કોરોના વાયરસની મહામારી ધ્યાનમાં રાખતા તેઓને પગાર વિના રજા પર મોકલી દેવામાં આવ્યા છે. જો અમેરિકામાં કોઈ કારણસર તમારી નોકરી છૂટી જાય અને તમે બેરોજગાર થઈ જાઓ તો તેવી સ્થિતિમાં તમે અમેરિકામાં એચ–૧બી વિઝાના આધારે વધુમાં વધુ ૬૦ દિવસ સુધી ત્યાં કાયદેસર રીતે રહી શકો છો. ૬૦ દિવસ કરતા વધુ દિવસ ત્યાં રોકાણ કરવું હોય તો તેની ઐંચી કિંમત ચૂકવવી પડતી હોય છે.અમેરિકામાંએચ –૧બી વિઝા એક અસ્થાયી વર્ક વિઝા છે. આ વિઝા સ્પેશિયલ સ્કિલ ધરાવતા અમેરિકાના બહારના લોકો માટે જાહેર કરવામાં આવે છે અને તેઓને અમેરિકામાં રહીને કાયદેસરરીતે કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે. હવે અમેરિકામાં કોરોના વાયરસના કારણે જે લોકોને રજા પર ઉતારવામાં આવ્યા છે તેવા આશરે ૨ લાખ કરતા વધારે ભારતીયો જૂન મહિના સુધીમાં અમેરિકામાં કાયદેસરરીતે રહેવાના અધિકારી ગુમાવી શકે છે. અને લોકડાઉનના કારણે તેઓ ભારત પણ પરત નહીં ફરી શકે. અમેરિકામાં આશરે ૨ લાખ કરતા વધારે લોકો –૧ વિઝા પર કામ કરે છે.ચીનમાંથી શ થયેલો કોરોના વાયરસ હવે દુનિયાના વિવિધ દેશોમાં આતકં મચાવી રહ્યો છે. યુરોપના દેશોમાં કોરોના વાયરસના હાહાકાર બાદ હવે અમેરિકામાં પણ કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧,૦૬૪,૫૭૨ કેસ નોંધાયા છે યારે ૬૧,૬૬૯ લોકોના મોત થયા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કોરોના વાયરસના કુલ ૩૦૬,૧૫૮ કેસ નોંધાયા છે અને ૨૩,૪૭૪ લોકોના મોત થયા છે. યારે ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના કુલ ૧૧૬,૨૬૪ કેસ નોંધાયા છે અને ૬,૭૭૦ લોકોના મોત થયા છે