લોકડાઉનનો ત્રીજો તબક્કો 4 મેથી શરુ થનાર છે. તેવામાં આ લોકડાઉન દરમિયાન સરકારે કેટલી વસ્તુઓમાં રાહત આપી છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં સાંજે 7થી સવારે 7 કલાક સુધી લોકોના બહાર નીકળવા પર રોક હશે. આ સિવાય આ લોકડાઉનમાં મોલ, મલ્ટીપ્લેક્ષ, સ્કુલ, કોલેજ, ધાર્મિક કે રાજકિય સમારોહ પર ત્રણેય ઝોનમાં રોક યથાવત છે. કેન્દ્ર્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે કે લોક ડાઉનના ત્રીજા તબક્કામાં ઝોન પ્રમાણે પ્રતિબંધો રહેશે. અમુક સેવાઓ અને પ્રવૃતિઓ બધા જ ઝોનમાં પ્રતિબંધિત રહેશે. તેમાં વિમાન પ્રવાસ, રેલ્વે યાત્રા, મેટ્રો, રાજ્યો વચ્ચેની રોડ પરિવહન શાળાઓ , કોલેજો, અન્ય શૈક્ષણિક સેવાઓ, કોચિંગ ક્લાસ, હોટેલો, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, મોલ, ઝીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લ્ક્ષ્, વગેરે બંધ જ રહેશે. આ ઉપરાંત, બધા ધાર્મિક કાર્યક્રમો, રાજકીય મેળાવડા, ધાર્મિક સ્થળો, વગેરે પણ બધા ઝોન માં બંધ રહેશે. જોકે પસંદગીની સેવાઓ માટે રોડ, રેલ, હવાઈ સેવા નો ઉપયોગ થઇ શકશે. જીવન આવશ્યક ના હોય તેવા કોઈ પણ કામ માટે સાંજે ૭ વાગ્યા થી સવારે ૭ વાગ્યા સુધી નાગરિકો ની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
રેડ ઝોન
ગૃહમંત્રાલય પ્રમાણે લોકડાઉનમાં રેડ ઝોનમાં રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લાથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂન સહિત અન્ય દુકાનો પણ બંધ રહેશે. મીડિયા કર્મીઓને છૂટ, કોલ્ડ સ્ટોરેજ, ઓફિસ, ક્લિનિક, આઈટી સેક્ટરની ઓફિસ ખુલી શકે છે. તમામમાં સામાજિક અંતરનું પાલન કરવું પડશે.
ઓરેન્જ ઝોનમાં આ છૂટછાટ
ઓરેન્જ ઝોનમાં બસોને છૂટ નહીં હોય. પરંતુ પ્રાઈવેટ કેબની પરવાનગી હશે. કેબમાં ડ્રાઇવર સાથે બે જ પેસેન્જર હોઈ શકે છે. ઓરેન્જ ઝોનમાં ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટિ શરુ થશે અને કોમ્પલેક્સ પણ ખુલશે.
ગ્રીન ઝોન
આ સિવાય ગ્રીન ઝોનમાં ફેક્ટરી શરુ થશે, બસ શરુ થશે પરંતુ તેમના માટે પણ કેટલાક નિયમો લાગુ કરવામાં આવશે. રેડ ઝોનમાં પણ મીડિયા કર્મી, કોલ્ડ સ્ટોરેજ જેવી જગ્યાઓ ખુલી શકશે.