ભુજમાં યુવકે પિતાના જન્મદિને વિવિધ કર્મચારીઓને માસ્ક વિતરીત કર્યા

ભુજ મધ્યે કોરોના મહામારીમાં ફરજ બજાવતા કર્મચારીઓને સાવચેતી માટે મચ્છુ કઠિયા સઈ સુથાર વાગડ દરજી સમાજના કાર્યકર રાજેશભાઈ પરસોતમભાઇ વાધેલા દ્રારા તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે ઘરેથી બનાવેલા 500 માસ્ક ભુજ શહેરમાં જિલ્લા પંચાયત કચેરી, હોસ્પિટલ, સફાઈ કામદારો, પોલીસ કર્મચારી, મીડીયા અને રાશનની દુકાને કામ કરતા લોકોને વિનામુલ્યે વિતરણ કર્યું હતું.