અબડાસા તાલુકાના સાંઘી પુરમ ખાતે આવેલી લેબર કોલોનીમાં બે જુથૃથ વચ્ચે બોલાચાલી થતાં ધોકા અને પથૃથરો વડે મારામારી બનાવ બનવા પામ્યો હતો.આ બનાવમાં આઠાથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને સૃથાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જાણવા મળતી વિગતો મુજબ શનિવારે સાંજે લેબર કોલોની ખાતે આ બનાવ બનવા પામ્યો હતો. લોકડાઉનના સમયગાળા દરમિયાન વતન ન લઈ જવા બાબતે મામલો બીચક્યો હતો. આ બનાવમાં શિવલાલ રામસજીવન નીસાદે ફરિયાદ નોંધાવી છે જેમાં રામ રેવા, તેજ બહાદુર, રાજા રામ, ઘનશ્યામ, અરૃણ, રાજન તેમજ તેની સાથેના ૧૦થી ૧પ ઈસમોએ આવીને ધોકા તેમજ પથૃથરો વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવના પગલે વાયોર પોલીસ સૃથળ પર પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડયો હતો. ઘટનાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, સવારે મજુરોએ વતન જવા બાબતે જવાબદારોને ઘેરાવ કર્યો હતો અને સાંજે આ મામલો વધુ ઉગ્ર બની જવા પામ્યો હતો.