રાપર તાલુકાના ડાવરી ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો, તલાટી ભરતભાઇ ચૌહાણ અને ગ્રામજનોએ દરેક ઘરમાંથી પચાસ, સો રૂપિયા તથા જેની જેવી શક્તિ અને સ્વેચ્છા અનુરૂપ મુખ્યમંત્રી રાહતફંડ માટે ફાળો આપતા રૂા. 22,520નો ચેક રાપર પ્રાંત અધિકારી કોરડીયા અને રાપર મામલતદાર એચ.જી.પ્રજાપતિને શૈલેષ લખમણભાઈ મસુરીયા, ભરતભાઇ મસૂરિયા (પ્રમુખ બજરંગ દળ) દ્રારા આપવામાં આવ્યો હતો. જેમાં વિહિપના જગુભા જાડેજા સાથે જોડાયા હતા