રાપર તાલુકાના ગોગવાઢ ગામની સીમમાં રહેતા નાનજીભાઈની પત્ની જયશ્રી બેનને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કર્યો હતો. આ કોલ સામખિયાળીની ટીમને મળતા રમેશ બામણીયા, પાયલોટ અસગર કુરેશી 108 સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર પરિસ્થિતિ ગંભીર જણાતાં રિસ્પોન્સ સેન્ટરને કોલ કરીને સલાહ લીધી તથા સ્થળ પર જ ડીલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. સફળતા પુર્વક જોડીયા બાળકીનો જન્મ કરાવ્યો હતો તથા વધુ સારવારઅર્થે માતા ,બાળકને લાકડીયાની સરકારી હોસ્પિટલમાં મા ખસેડવામાં આવ્યા હતા.તા.1/5 ના રોજ ગાગોદર પી.એચ.સી માંથી એક સગર્ભા માતાને પ્રસૂતિની પીડા થતાં ડૉક્ટર દ્વારા 108 ને કોલ કરીને ગાંધીધામ હોસ્પિટલ ખાતે રીફર કરવા જણાવાયું હતું. આડેસર લોકેશનના પ્રકાશ ચૌધરી તથા પાયલોટ તરસંગજી તરતજ સ્થળ પર પહોંચીને દર્દીને લઇને રવાના થયા હતા પરંતુ અસહ્ય પીડા થવાથી ભચાઉ ના બ્રિજ પાસે એમ્બ્યુલન્સ રોકીને ડિલિવરી કરાવવાનો નિર્ણય કર્યો હતો અને બાળકનો જન્મ થયો હતો.