અમેરિકામાં મોતનું તાંડવ યથાવત: ૨૪ કલાકમાં ૧૮૮૩ના મોત

ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસનો ફેલાવો આખી દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે સાથે સાથે મોતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૦૦થી વધુ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.દુનિયાભરમાં કોરોના વાયરસના આંકડા પર નજર રાખનારી જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧૮૮૩ લોકોના જીવ ગયા છે. આ રીતે દેશમાં મોતનો આંકડો ૬૪૮૦૪એ પહોંચી ગયો છે. અમેરિકામાં અત્યારે ૧૧,૦૩,૧૧૭ લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે.આ પહેલાં અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા કોરોના વાયરસને લઈને કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ ચીન ઉપર નવો સીમા ટેકસ લગાવી શકે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે વાયરસના પ્રકોપને કારણે ચીનને અમેરિકા દ્રારા અપાની લોન વિશે પૂછાયેલા સવાલમાં જવાબમાં કહ્યું કે હું આ મુદ્દે અલગ રીતે કામ કરવા માગીશ