ભુજના ગણેશનગરમાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇ

લોકડાઉનમાં ઘરથી બહાર નીકળવાની મનાઇ છે ત્યારે ભુજના ગણેશનગરમાં આવેલા ગરબી ચોકમાં બેસીને જુગાર રમતી છ મહિલાઓ પોલીસના હાથે 10 હજારની રોકડ સાથે પકડાઇ હતી. વિવારે એ-ડિવિજન પોલીસની ટીમે બાતમી આધારે ગણેશનગરમાં પહોંચતા ચોકમાં બેસીને જુગાર રમતી પાર્વતીબેન હરીલાલ વાણંદ,દીપંલબેન કમલેશ વાણંદ, દક્ષાબેન દિનેશ વાણંદ, મીતાબેન નરોતમ વાણંદ, લક્ષ્મીબેન ભાવેશ ગોસ્વામી (રહે. તમામ આશાપુરા ગરબી ચોક,ભુજ)વાળાની અટકાયત કરી હતી. મહિલાઓ પાસેથી 10 હજાર રોકડ મળી આવી હતી. તમામ સામે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો.