ભુજ જુની શાક માર્કેટ પાસેની દુકાનમાં આગ લાગતાં દોડધામ

રવિવારે ભુજની જુની શાકમાર્કેટ પાસે આવેલી કિશન ફુડ પોઇન્ટ નામની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડા નિકળતા આસ-પાસના વેપારીઓએ દુકાનદારનું ધ્યાન દોર્યું હતું. ભુજ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી આવી હતી. કિંમતી સામાન સુધી આગ પહોંચે તે પહેલા જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. પોલીસ અને હોમગાર્ડના જવાનોએ પણ લોકોની ભીડ જમા ન થાય તેની તકેદારી રાખી હતી.