સિનોગ્રામા જમાઈએ છરીના ઘા મારીને સસરાની હત્યા કરી

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે તાલુકાના મીંદિયાણા રહેતા સલીમ ઈસ્માઈલ ખલીફા તેની પત્ની રાહીમાંબેન વચ્ચે મનમેળ ન હોય આરોપી બે-ત્રણ વર્ષોથી ત્રાસ આપતો હોવાથી પત્ની પિયર આવી ગયા હતા અને આરોપી સલીમ ફરિયાદ પણ કરી હતી જેના પગલે આરોપી સલીમ ને તેના સસરા ને ઘરે સિનોગ્રા આવીને તેમની સામે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાયેલા સલીમ ખલીફાએ સસરા જાફરભાઈ ઓસમાનભાઈ ખલીફા ઉંમર વર્ષ 65 ને છરીના ઘા મારીને તમને હત્યા કરી નાખી હતી આ મારામારીમાં જાફર ભાઈના પુત્ર રામને પણ ઈજાઓ પહોંચી હતી આ બનાવને પગલે અંજાર પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને હોસ્પિટલ પણ પહોંચી હતી આ અંગે પોલીસે મોડી રાતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.