પંચમહાલ જિલ્લાના કાલોલમાં લોકડાઉનમાં વહીવટી તંત્ર કોરોના વાયરસ સામે અડીખમ યોદ્ધાની જેમ લડત આપે છે અને સમગ્ર વહીવટી તંત્રનું ધ્યાન આ બીમારીથી લોકોને રક્ષણ આપવામાં કેન્દ્રિત કર્યું છે તે તક નો લાભ લઈ કાલોલના નામચીન અને રીઢા ખનન માફિયાઓ લોકડાઉનમાં કાલોલની ગોમા નદી માથી બેફામ રેતી અને માટી કાઢી ચોક્કસ જગ્યાએ સંગ્રહ કરી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે.કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પંચમહાલના મદદનીશ પોલીસ અધિક્ષક (પ્રો.) પૂજા યાદવ દ્વારા ખનન માફિયા ઉપર લગામ કસવા અને મળેલ માહિતી મુજબની વોચ કાલોલના પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવતા સોમવારે કાલોલ-ગોધરા હાઇવે પરના શિશુમંદિર શાળાની પાછળના ભાગમાં આવેલ ગોમા નદીના પટમાં જે પટ જેતપુર સીમ સાથે જોડાયેલ છે અને જુની બંધ થયેલ લિઝમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી કે પાસ વગર જે.સી.બી મારફતે ખાડા પાડી સાદી માટી કાઢી 2 ટ્રેક્ટરોમાં ભરતા રંગે હાથે કાલોલ પોલીસે પકડી લીધા હતા જેમાં પોલીસે વાહન ચાલકોના નિવેદન લઈ કાર્યવાહી કરી છે. કાલોલ પોલીસ સ્ટેશનમાં લાવી ખાણ ખનીજ વિભાગ ગોધરાને જાણ કરી હતી.લોકડાઉનનો લાભ બધા જ ઉઠાવી રહ્યા છે જેમાં ખનન માફિયાઓ તો બેફામ જ થઇ ગયા હોવાની જાણકારી મળી રહી છે. તેની પાછળનું કારણ એ છે કે ખનિજ વિભાગ હાલ કંઇ કરી શકતું નથી. મોટાભાગની પોવીસ લોકડાઉન બંદોબસ્તમાં લાગેલી છે એવામાં માફિયાઓને પૂછવાવાળું કોઇ નથી. આ તો એક જગ્યાએ પકડાઇ ગયું છે પરંતુ બીજી ઘણી જગ્યાએ ઉપર આવી રીતે ખનિજ ચોરી થતી હોય તો નવાઇ નહીં કારણ કે જે લોકો જ્યારે સામાન્ય સંજોગો હોય ત્યારે પણ તંત્રને ગાંઠતા નથી ત્યારે આવા સમયે તો તેમને બખ્ખા થઇ ગયા છે.