કારમાંથી 180 કિલો ગૌમાંસ ઝડપાયુંઃ આરોપી ફરાર થયો


અમદાવાદ-મહેસાણા હાઇવે પર નંદાસણ નજીકથી એક કારમાંથી ૧૮૦ કિલોગ્રામ ગૌમાંસ પકડાતાં ચકચાર ફેલાઇ જવા પામી છે. જોકે મટનની હેરાફેરીમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર સહિત ત્રણ આરોપીઓ પોલીસને જોઇને નાસી છુટવામાં સફળ રહ્યા હતા. આ અંગે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નંદાસણ પોલીસને મળેલી બાતમી આધારે અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર નંદાસણ નજીક આવેલ સેન્ગ્રેશ કંપની તરફના માર્ગે વોર્ચ ગોઠવવામાં આવી હતી. જેમાં નંદાસણનો અબ્દુલહમીદ રસુલ ઉર્ફે ભુરા સૈયદ અને તેના સાગરીતો એક કારમાં પશુનું માસ મટનનો જથ્થો ભરીને આવી રહ્યા છે. તેવું જાણવા મળ્યું હતું. દરમિયાન હાઇવે પર દુરથી કાળા રંગની એક કાર શંકાસ્પ હાલતમાં આવતા દેખાતા પોલીસે તેનેરોકવાનો ઇશારો કર્યો હતો. જેથી પોલીસને જોઇ જતાં આ કાર થોડેક દુર ઉભી રાખી તેમાં બેઠેલા અબ્દુલહમીદ સહિત ત્રણ શખસો ફરાર થઇ ગયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરતાં તેમાંથી રૃ.૨૭ હજારની કિંમતનો ગૌમાસનો ૧૮૦ કિલો મટનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૃ.૧૨૭ લાખની મત્તા કબજે કરીને ફરાર થયેલા ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી. નોંધપાત્ર છે કે કારમાંથી મળી આવેલ માંસનો નમુનો પરીક્ષણ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવતાં આ મટન ગૌવંશ હોવાનું માલુમ પડયું હતું.