અંજારમાં વગર વાંકે યુવાન અને વૃદ્ધને માર મરાયો

અંજારના જોગીવાસમાં રહેતા 24 વર્ષીય કિશન માધુભાઈ જોગીને ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તા. 4/5ના રાત્રે 10-30ના અરસામાં ફરિયાદીના કૌટુંબિક દાદા મુરજીભાઈ મેઘજીભાઈ પગપાળા જતા હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા તેઓ જોગીવાસના ચોકમાં બેસી ગયા હતા. જ્યાં જનતા કોલોનીમાં રહેતો દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા આવી ફરિયાદીના કૌટુંબિક દાદાને અહીં શા માટે બેઠા છો તેવું કહી ધક્કો મારી ધકબુસટનો માર માર્યો હતો. તે સમયે ફરિયાદી પણ ત્યાં પહોંચી આવતા તેમને પણ આરોપીએ ધોકા વડે માર માર્યો હતો. જે અંગે અંજાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.