ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ કુમાર સેવામાં હતા ત્યારે ડોક્ટર પંડ્યાને ફોન આવતા તે હોસ્પિટલ દોડી ગયા હતા ત્યાં સુરેશ હદુ કાંઠેચા અને અનવર રમજુ ખલીફા ત્યાં હાજર હતાં તેમણે મહેશભાઈ પુનાભાઈ પરમારને કોરોના પોઝીટીવ આવ્યો હોવાની કહ્યું હતું અને થોડીવારમાં ગણેશ ધેયડા ત્યાં આવ્યો હતો તેમણે પણ હરેશ ભાઈને કોરોના હોવાનું કહીને પોતે દર્દીના સંપર્કમાં આવ્યો હતો તેમ કહ્યું હતું ડોક્ટરોએ આ ત્રણેયને બાજુમાં બેસાડયા બાદ થોડીવારમાં ખેતશી મારુ અને દિનેશ કાંઠેચા આવ્યા હતા અને બંને એ હરેશભાઈ ને અમદાવાદમાં કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું કહ્યું હતું જેના પગલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોન્ટાઇન અને સેનીટાઈઝર ની કામગીરી હાથ ધરી હતી મોડી રાત્રે ભચાઉના યુવાન હરેશભાઈ પરમાર નો રિપોર્ટ નેગેટિવ હોવાનું બહાર આવ્યું હતું આ યુવાનને કોરોના પોઝિટિવ હોવાની ખોટી માહિતી જાહેર કરીને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ ડોક્ટર અરુણ કુમારે પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે