ગુજરાતમાં નોંધાયા નવા 380 કેસ : રાજ્યના કુલ કેસ 6625

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યાનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો  6625 થયો છે. જ્યારે  119  લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1500 લોકોએ કોરોનને આપી મ્હાત.