ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરની શાક માર્કેટ બંધ કરાવ્યા બાદ શહેરના જવાહર મેદાન ખાતે શાક – બકાલાના વેપારીઓ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરની શાક માર્કેટ બંધ કરાવવામાં આવ્યા બાદ જવાહર મેદાન ખાતે શાક માર્કેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જવાહર મેદાનમાં ર૦ ફુટના અંતરે માર્કેટીંગ કરીને શાક બકાલાની લારી અને ફેરીયા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બે લાઇન વચ્ચે પણ ૬૦ ફુટનું અંતર રાખવામાં આવ્યું છે. શહેરની શાક માર્કેટમાં લોકોની ગીર્દી અને જરૂરી સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું ન હોય, તંત્ર દ્વારા જવાહર મેદાન ખાતે શાક માર્કેટની વ્યવસ્થા કરવામાં આવી છે