રામપરા બેટીમાં સાળા-બનેવી પર આઠ શખ્સોનો સશસ્ત્ર હુમલોઃ બંનેના હાથ-પગ ભાંગી નાખ્યા


નાંખ્યાવિજય મકવાણાએ પોતાના ખેતરમાં ઢોર છુટા મુકી દેનારા જીવા સુસરાને સમજાવતાં જીવો સહિતના તૂટી પડ્યાઃ વિજયના સાળા સાગર ડવને પણ ગંભીર ઇજાઃ કુવાડવા પોલીસે ગુનો દાખલ કરી આગળ ની તપાસ ચલાવી હતી
કુવાડવાના રામપરા બેટી ગામે રહેતાં આહિર યુવાન અને તેના સાળાએ ખેતરના ઉભા પાકમાં ઢોર છુટા મુકનારા ભરવાડ શખ્સને ઠપકો આપતાં આઠ જેેટલા ભરવાડ શખ્સોએ ભેગા મળી આહિર સાળા-બનેવી પર ધોકા-લાકડી-તલવાર-પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં અને હાથ-પગ ભાંગી નાંખતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની અકિલા જાણ થતાં કુવાડવા પોલીસે રામપરા બેટીમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ અરજણભાઇ મકવાણા (આહિર) (ઉ.૩૦) નામના આહિર યુવાનની ફરિયાદ પરથી રામપરાના જ જીવા સુસરા (ભરવાડ), લાલા સુસરા, લાલા ટોળીયા, વિપુલ ટોળીયા, મછા ટોળીયા, નારણ ટોળીયા, પોપટ ટોળીયા અને લાલા ટોળીયા સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૧૪, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. વિજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની વાડીમાં જીવા સસુરાએ ઉભા પાકમાં ઢોર મુકી નુકસાન કરાવતાં તેને પોતે તથા સાળો સાગર ડવ સમજાવવા ગયા હતાં. આ બાબતનો ખાર રાખી જીવા સુસરા અને બીજા સાત જણાએ ઉશ્કેરાઇ જઇ ગેરકાયદે મંડળી રચી ધોકા, પાઇપ, તલવારથી હુમલો કર્યો હતો. જેમાં બંને સાળા-બનેવીને પગમાં હાથમાં તેમજ માથામાં ફ્રેકચર જેવી ઇજાઓ થઇ છે. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.