પોરબંદરના ફોદારા અને ખંભાળા જળાશયોમાં પુરતું પાણી છતાં પાણી વિતરણ માં ધાંધિયાઃ

શહેરને પાણી પુરૂ પાડતા ફોદારા અને ખંભાળા જળાશયોમાં પુરતુ પાણી છતાં પાણી વિતરણમાં ધાંધિયા શરૂ થયેલ છે. લોકોને પુરતુ પાણી મળતુ નથી તેની ફરીયાદો ઉઠી છે. રાજયની જૂની વ્યવસ્થાને લઈને શેહેરમાં પીવા પાણીની મોટી ટાંકી તેમજ લત્તાવાર એક નળની બે નળ ની જેતે સમય ના સખીદાતા ઓ લોક ફાળાથી પીવાના પાણીની ટાંકી દાતાઓ એ પોતાના સ્વખર્ચે બંધાવી આપી લોકાર્પણ કરેલ અને સંચાલન કરતી, પણ નગરપાલિકા દ્વારા બંધાયેલ પાણીની ટાંકી ઓ દ્વારા નગરપાલિકાને અર્પણ કરેલ ટાંકી આજે જડતી નથી. નોર્થ બંદર રોડ મેહબૂબ શાહ અકીલા મસ્જિદની સામે રોડની સાઈડમાં વ્હોરા સદગૃહનો બંધાવી આપેલ ટાંકી ઊભી છે પણ ટાંકી માં પાણી આવતું નથી એવી રીતે અનેક વખત રજુઆત થાય છે મેઇન રોડ પર હથી ટાંકી ઉપર હવેડા સાથે એમ ને એમ છે અને વાણિયાવાડ એ પણ ટાંકી ખોલી છે.અને ઉલ્લેખનીય એ છે કે કોર્ટ એ આ કાયમી આ આ ટાંકી ને મોજુદ રાખવા ની છે અને એમાં કોઈ જાત નો ફેર ફાર કરવાનો નથી. ટાંકી જાહેર ક્ષેત્રની તોડી નાખતા અથવા બંધ કરી દેતા નગરપાલિકાએ ઘરો ઘર વેચાતું પાણી આપવાની વ્યવસ્થા કરેલ છે. નગરપાલિકાના સ્વ.ડો. બી.ડી.ઝાલા.એ એક સમયે પોરબંદરના નાગરિકોને જાહેર ક્ષેત્રમાંથી તેમજ નગરપાલિકાના કનેકશન ધારોકોને પીવાનું પાણી મળી રહે તે માટે થઈ શેરી એ ગલીએ પાણી એ બોરિંગ ચાલુ કરેલ. જે મોટા ભાગના અદૃશ્યો બની ગયા છે. ખાપટ પાસે સુકાળા તળાવ અને પાંચ જીવંત વાવો તેમજ ખંભાળા જળાશય જે છપ્પનિયા દુકાળમાં બંધાયેલ તેમાંથી પાણી વિતરણ કરવામાં આવતું અને હાલ પણ તેમાંથી પણ કરાય છે. ખંભાળા જળાશય પાણી ક્ષમતા અને પાણીની ઊંડાઈ ૩૪ ફૂટની છે જયારે સ.ને.૧૯૬૧ પછી ગુજરાત રાજયના પ્રથમ નાણામંત્રી માલદેવજીભાઇ ઓડેદરાના પ્રયાસોથી બિલેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગેથી અને બરડા ડુંગરમાંથી નીકળતી તોરણ નદી પર માટીનો બંધ બાંધી ફોદારા જળાશય ઊભી કર્યું અને સાકાર કર્યું જે જળાશયની ઊંડાઈ ૩૬ ફૂટ ની છે. ત્યારે રાણાવાવ હાઇવે ભોદ ગામની સામે મીનસાર નદીમાં ઠોયાના ગામની હદમાંથી નીરસા નદીના પટ્ટમાંથી બોરિંગ કરી અને પોરબંદરના નાગરિકોને તેમજ ઉદ્યોગો અને જીવંત રાખવા પાણી મેળવી જીવંત રાખ્યા અને વ્યવસ્થિત વિતરણ કરાય તો હાલ જે પોરબંદરના ઉદ્યોગોને તેમાં પણ ખાસ કરીને લોકો એ પીવા પાણીની જે મુશ્કેલી લગભગ દર વર્ષે ઊભી થાય છે તે ઊભી થાય નહી અને પાણી નો કાપ આવે નહી, ખંભાળા જળાશય અને ફોદારા જળાશય સરકાર હસ્તક છે જયારે હાઇવે ઉપર રાણાવાવ ભોદ્દ ના પમ્પિંગ સ્ટેશન નગરપાલિકા હસ્તક છે. તેમજ પોરબંદર નગરપાલિકા હસ્તક પાંચ વાવો પૈકી ચાર વાવો સુકાલા તળાવ નગરપાલિકા હસ્તક છે. તમામનું પાણી જુબેલી પાણી કોઠામાં એકત્રિત પાણી ના ટાકાઓ ભરવામાં આવે છે પરંતુ મુખ્ય જૂબેલી પાણી કોઠામાંથી પાણી વિતરણ વ્યવસ્થા સંતોષકારક જણાતી થી અને અધૂરા ભરાય છે. વર્તમાન વર્ષમાં પાછોતરો વરસાદ થતાં ખંભાળા જળાશય અને ફોદારા જળાશય અને ખંભાળા જળાશયમાં પૂરતા પ્રમાણમાં કાપ મૂકવા આવેલ છે. જયારે ખંભાળા અને ફોદારા જળાશયની પાણી સ્થિતિ સંતોષકારક બતાવે છે જેથી પાણી માં કાપ મૂકવો જરૂરી નથી.પોરબંદર ને ૨૮ એમ.એલ.ડી. ની સામે માત્ર ૧૩ એમ. એલ. ડી. વિતરણ થતાં નગરજનો ત્રાહિમામ પોકારી ગયેલ છે અને જયારે ૧૫ એમ. એલ. ડી. પાણીનો વપરાશ કેવી રીતે થાય છે?. નિચાળ વાળા વિસ્તારઓ માણેક ચોક ની પશ્ચિમ ના નાગરવાડા,ખરવાવાડ,ભાટિયા બજાર,રાઠોડ ફરીયું, લાખાણી ફરિયુ, ડો.તનસુખભાઈના દવાખાનન, વિરજીભાઇનો તાક અને જુમા મસ્જિદ અને કંસારા બજાર વિગેરે વિસ્તાર મોદી રોડને વિસ્તારને પાણી ની સમસ્યા હલ થતી નથી અને હળવી પણ થતી નથી તેનું કારણ શું જયારે અમુક બોરિંગો ચાલુ છે તે ચાલુ થતાં નથી, બોરિંગ ચાલુ થતાં નથી કેટલાક બોરિંગ ના પાણી પીવા લાયક પણ નથી તેમ આ વિસ્તાર ના રહી સો જણાવે છે