આધોઇ પાસેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું,બેફામ ખનિજ ચોરીને રોકવા દરોડા પાડ્યા


ભુજ વાગડમાં ખનિજ માફીયાઓ દ્વારા બેફામ ખનિજ ચોરી થઇ રહી હોવાની વારંવારની ફરિયાદો ધ્યાનમાં રાખી હવે ખાણ ખનિજ વિભાગ સાથે પોલીસ વિભાગે પણ કમર કસી છે. જેમાં ભચાઉ તાલુકાના આધોઇ ગામની સીમમાં સામખીયાળી પોલીસે દરોડો પાડી ગેર કાયદેસર ખનન કરી રહેલા બે ડમ્પર અને એક લોડર જપ્ત કરી ખનિજ વિભાગને સોંપ્યા છે. આ બાબતે સામખિયાળી પીએસઆઇ એન. વી. રહેવરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આધોઇ ગામની મંથલ સીમમાં દરોડો પાડી લોડર જપ્ત કરી વધુ તપાસ માટે અંજાર ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગને સોંપી કાયદેસર કાર્યવાહી
કરી હતી.