Skip to content
પડધરીના તરઘડી ગામે લોકડાઉન વચ્ચે જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે પ્રોહીબીશન તેમજ જુગાર સંબધી ગુન્હાઓ નેસ્તનાબુદ કરવા પડધરી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. જે.વી.વાઢિયા, પો.હેડ. કોન્સ જયદીપસિંહ ચૌહાણ, પો.હેડકોન્સ. ધર્મેશભાઇ કીશોરભાઇ, પો.કોન્સ. દશરથસિંહ જાડેજા, પો.કોન્સ. યુવરાજસિંહ ગોહીલ, એલ.આર.ડી. યશપાલસિંહ જાડેજા તથા ડ્રાઇવર એચ.સી.અનિરૂદ્ધસિંહ જાડેજા લોકડાઉન બંદોબસ્તમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તરઘડી ગામે અમુક ઇસમો કુડાળામાં અકીલા બેસી જાહેરમાં જુગાર રમતા મળી આવતા રેઇડ દરમ્યાન કુલ ૮ આરોપીઓ રોકડા રૂ.રપ૯૪૦ અને મોબાઇલ નંગ-૭ મળી કુલ ૪ર,૯૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧) તારાસંગ ગુલાબનાથ રાઠો. રહે પડધરી મોવીયાના ઢોરે (ર) સંદીપ ચમનભાઇ પરમાર રહે. તરઘડી બોરસીંગનાલાની બાજુમાં (૩) જીતુ જયેશભાઇ પરમાર રહે. તરઘડી બોરસીંગનાલાની બાજુમાં (૪) ભુપત બચુભાઇ સવાસડીયા રહે. તરઘડી ગામ પ્લોટ પ્લોટ વીસ્તાર (પ) કૃણાલ કનૈયાલાલ અગ્રાવત તરઘડી ગામ પ્લોટ વિસ્તાર (૬) દીલીપ જીવરાજભાઇ બોરીયા રહે. તરઘડી નીશાળ પાછળ (૭) મહેશનાથ જવેરનાથ પરમાર રહે. તરઘડી બોરસીંગનાલા વિસ્તાર તથા(૮) દીલીપ છગનભાઇ વાઘેલા રહે. તરઘડી પ્લોટ વિસ્તારનો સમાવેશ થાય છે.