ગાંધીધામથી શ્રમજીવીઓને લઈને ટ્રેન રવાના

ગાંધીધામથી શ્રમજીવીઓને લઈને સ્પેશિયલ ટ્રેન બિહાર રવાના થઈ હતી આ ટ્રેનમાં ગાંધીધામ અને નજીકના વિસ્તારોના 1200 શ્રમિકોને પોતાના વતનમાં મોકલ્યા હતાલોકડાઉનની સ્થિતિમાં પોતાના વતનમાં જવા ઈચ્છતા શ્રમજીવીઓ માટે રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે ગાંધીધામ થી બિહાર માટેની એક સ્પેશિયલ ટ્રેન આજે રવાના થઇ હતી આ ટ્રેનમાં 1200 જેટલા શ્રમજીવીઓને પોતાના વતન મોકલવામાં આવ્યા હતાઆ અંગે રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે સરકારે શ્રમજીવીઓને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી જેના ભાગરૂપે આજે ગાંધીધામથી સ્પેશિયલ ટ્રેન બિહાર રવાના કરવામાં આવી છે ગાંધીધામ અને નજીકના વિસ્તારમાં હજારોની સંખ્યામાં વિવિધ પ્રાંતના લોકો રોજગારી મેળવવા અહી સ્થાઈ બન્યા છે સરકાર દ્વારા શ્રમજીવીઓને પોતાના વતન મોકલવા ટ્રેનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવતા કચ્છમાંથી બીજી અને ગાંધીધામથી પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છેઆ અંગે અંજાર પ્રાંત અધિકારી વી. કે. જોષીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રમિકો માટે જમવા પાણી અને માસ્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી આજે ગાંધીધામથી આશરે 1186 શ્રમજીવીઓને લઈને ખાસ ટ્રેન બિહારના દાનપુર સ્ટેશન સુધી રવાના કરવામાં આવી છે અને કાલે સવારે ત્યાં પહોંચશે તેમ ગાંધીધામ રેલવે સ્ટેશન માસ્ટર સત્યેન્દ્ર યાદવે જણાવ્યું હતુંજ્યારે આ ટ્રેનમાં પોતાના વતન જવા નિકળેલા શ્રમજીવી ભજનલાલ મુખ્યાએ 740 રૂપિયા ટીકીટના આપ્યા છે તેમ જણાવી જમવા સહિતની યોગ્ય વ્યવસ્થા કરી ફૂડ પેકેટ આપ્યા હોવાનું જણાવ્યું હતું