ચીરઈમા પોલીસ ફરિયાદનું મનદુખ રાખી યુવાન પર હુમલો

image_1588996738

ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મોટી ચીરઈ માં રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનો વેલાભાઇ બઢિયા તેના મિત્ર ના ઘરેથી કાર લઈને જતા હતા ત્યારે પોલીસ ફરિયાદ નું મનદુખ રાખી ને આરોપી તખુભા નવુભા, મયુરસિંહ તખુભા, રામદેવસિંહ રઘુભા, સુરેશ વાલા કોલી યશપાલસિંહ રઘુવીરસિંહ જાડેજા જગદીશ સિંહ વાઘેલા, યોગી રાજસિંહ કનુભા સોઢા અને જનકસિંહ ભાવુભા જાડેજાએ કાર રોકીને ધારીયા અને લાકડીઓ વડે તૂટી પડયા હતા કારને નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા બે શખ્સો ગામમાં આવ્યા હોવાની બાતમી એલસીબીને આપી હતી ત્યાર પછી કાનજીભાઈ ને ધમકી આપવામાં આવી હતી તેમણે ફરિયાદ કરી હતી તેનું મનદુખ રાખી ને આઠ શખ્સોએ મારામારી કરી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે