પશ્ચિમ કચ્છમાં જાહેરનામા ભંગના 183 પકડાયા : 171 વાહન પણ ડિટેઇન કરાયા

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં લોકડાઉન હેઠળ જાહેરનામાનો ભંગ કરનારા 183 જણને પકડી પાડી તેમની વિરુદ્ધ 170 ગુના દાખલ કરાયા હતા. તો 171 વાહન પણ ડિટેઇન કરાયા હતા. શનિવારે પોલીસદળે હાથ ધરેલી કાર્યવાહી વિશે જારી કરેલી યાદી મુજબ વાહનોથી અને પગપાળા કારણ વગર આંટાફેરા કરનારા 78 જણ, અસરગ્રસ્ત વિસ્તારમાંથી અનધિકૃત પ્રવેશ બદલ ત્રણ જણ, માસ્ક અને સેનિટાઇઝર વગર ફરતા 15 જણ, જાહેર આરોગ્યનો ભંગ કરનારા એક જણ, હોમ કવોરેન્ટાઇન નિયમનો ભંગ કરનાર એક જણ સામે કાર્યવાહી કરાઇ હતી.”