મુંબઈના ધારાવી જઈને ભાવનગર આવેલા જમાતીઓમાંથી સવારે 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બપોર બાદ વધુ 2ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને વ્યક્તિઓ 7 પોઝિટિવ દર્દીની સાથે જ બસમાં ભાવનગર પહોંચ્યા હતા. તેમને સેમ્પલ લીધા બાદ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા અને હવે હોસ્પિટલ ખસેડાયા છે. જે બે લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં 27 વર્ષીય અબ્દુલ રાધનપરા અને 20 વર્ષીય મોહમદ રમઝાન સૈયદનો સમાવેશ થાય છે. ભાવનગરમાં આજે એક દર્દીનું અવસાન પણ કોરોનાની સારવાર દરમિયાન થયું છે. 62 વર્ષીય રોશન લાખાણી જે 7 તારીખે જ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમનું આજે સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ સાથે જ ભાવનગરમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 7એ પહોંચ્યો છે