ભુજ કચ્છ જીલ્લા ના આદિપુર પાસે થી 897 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

કોરોના વાયરસના સંક્રમણને નાથવા જારી કરાયેલા લોકડાઉન વચ્ચે પૂર્વ કચ્છમાં શરાબનો’ જથ્થો ઘણો પકડાયો છે ત્યારે આદિપુર નજીક’ પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશીલા પદાર્થની’ ખેપ નિષ્ફળ બનાવી એક શખ્સને દબોચી લીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે એસઓજીની ટીમે’ ગત મોડી રાત્રિના’ આદિપુર અંજાર રોડ ઉપર ખાટુ શ્યામ બાબાના મંદિર પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન આરોપી પ્રકાશ’ અમરશી ઉર્ફે અમરતભાઈ દ્વિચક્રી વાહન ઉપરથી પસાર થયો હતે. તેને રોકી તપાસ કરતાં તેના કબ્જામાંથી રૂ. 5,300ની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 897 ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા શખ્સના કબ્જામાંથી રૂ.1,900 રોકડા ,1000ની કિંમતનો મોબાઈલ ફોન, અને 30 હજારની કિંમતના વાહન સહિતનો મુદામાલ કબ્જે કરાયો હતો.આ કામગીરીમાં એસ.ઓ.જી પી.આઈ’ વી.પી. જાડેજા, પીએસઆઈ વી.જી. લાંબરિયા, સહાયક ફોજદાર પૃથ્વીસિંહ જાડેજા, દેવાનંદ બારોટ, તખતસિંહ સિંઘવ, અજયસિંહ ઝાલા, હાજી જત, ગોપાલ સોધમ, ક્રિષ્નાબેન રબારી વિગેરે જોડાયા હતાં.’ આરોપી ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યોહતો? કયાં પહોંચાડવાનો હતો. તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. લોકડાઉન વચ્ચે નશીલો પદાર્થ ઝડપાતાં ચકચાર પ્રસરી છે.”