ભુજના સિધ્ધાર્થ પાર્કમાં સરકારી જમીન અને પાણીના વહેણ પર દબાણ કરાયાના આક્ષેપ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ છે.ભુજના સ.નં. 11 અને 15, જૂની રાવલવાડીમાં સિધ્ધાર્થ પાર્ક તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી જમીન અને પાણીના નાલા પર ભીમરાવનગરના કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. સરકારી જમીન પચાવી પાડી, બાજુમાં આવેલા વરસાદી પાણીના નાલા પર દબાણ કરાય છે. જો આ નાલા પર દબાણ કરાશે તો સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં વરસાદી સિઝનમાં પાણી ભરાશે તેવી ભીતિ રહેવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કલેક્ટર સમક્ષ સિદ્ધાર્થ પાર્કના રહેવાસીઓએકરી છે.