બંદરિય નગરી માંડવીમાં એડવોકેટ અરવિંદસિંહ જાડેજા દ્વારા કરાઈ જન્મદિવસની અનોખી ઉજવણી

કોરોનાવાયરસ કોવીડ-19 ની મહામારી થી બચવા સાબુથી હાથ ધોવા આનિવાર્ય છે ત્યારે માંડવી મામલતદાર કચેરીએ એડવોકેટ અરવિંદસિંહ જાડેજા પોતાના જન્મદિવસ નિમિત્તે એક વોશબેસિન વોલ બનાવી ભેટ કરી હતી માંડવી મામલતદાર કચેરીએ આવતા લોકોને સાબુથી હાથ ધોવા અને કોરોના મહામારીથી બચવા પ્રેરિત કરવા નો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે માંડવી પુરવઠા મામલતદાર યુવરાજ સિંહ ગોહિલ એ આભાર વ્યક્ત કરી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી ત્યારે ખાસ બાબત એ છે કે આ કચેરીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે જેમને આ વોશબેશન ઉપયોગી બની રહેશે..