અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના કેદાર ફળિયામાં રામ ઓટો પાસે રહેતા જયશ્રીબેન રામજીભાઈ ઠક્કર ઉંમર વર્ષ બેતાલીસ લગ્ન ભદ્રેશ્વર વિશનજી પલણ સાથે થયા હતા ૨૦૦૬ માં તેમના છૂટાછેડા થયા હતા લગ્નજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો 18 વર્ષીય પુત્ર પિનકિન તેના મોટા બાપુ નો ફોન આવતા દાદીમાના ખબર-અંતર પૂછવા ગયો હતો પુત્ર ભરતના આવતા જયશ્રીબેન ઠક્કર તેના પૂર્વ પતિ ના ઘરે જઈને પુત્રને પરત મોકલવા કહ્યું હતું જેના કારણે પૂર્વ પતિ ના ભાઈ ભરત અને ભાવેશે માર માર્યો હતો અને પૂર્વ પતિ ભદ્રેશે અહીંથી ચાલી જા નહિતર ગાડી ઉડાવી દે તેવી ધમકી આપી હતી આ અંગે ભોગ બનનાર અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.