માંડવી. માંડવી તાલુકાનાં રખસખડી ગામમાં રીઝર્વ જંગલ ક્ર.નં. 690 A માં અજગર દેખાતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતાં આર.એફ.ઑ ઉપેન્દ્રસિંહ રાઉલજીના માર્ગ દર્શન હેઠળ વનવિભાગની ટિમ અને જીવદયાના સભ્ય સાથે ઘટના સ્થળે પહોંચી અજગરને પકડી લીધો હતો પરંતુ અજગર પકડાયાની જગ્યા પરથી મળી આવેલ 25 ઇંડાથી સૌ ચોકી ઉઠ્યા હતા જેતપુર વિસ્તારથી વિરાખાડી વિસ્તારમાં 25 ઈંડા સાથે અજગરને સુરક્ષિત છોડી દેવામાં આવ્યો હતો